Thursday 18 August 2016


જીંદગીમાં ઉતાવળ ન કરવા જેવી અગિયાર
બાબતો કઈ ?
1. સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરશો અને સંબંધ
તોડવામાં પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે
વિકસવા દેવો...
2. ક્રોધ કરવામાં કયારેય ઉતાવળ ન કરવી,
લડાઈ- ઝઘડામાં પણ ઉતાવળ ન કરવી....
3. કોઈ વિશે ઉતાવળે અભિપ્રાય ન બાંધવો કે ન
જાહેર કરવો,
ધીમે-ધીમે વ્યક્તિનું મૂલ્યાંકન કરતા રહેવું...
4. ઉતાવળે વિશ્વાસ પણ ન કરવો અને ઉતાવળે
શંકા કે અવિશ્વાસ પણ ન કરવો,
અતિ વિશ્વાસ ખતરનાક પણ નીવડીશકે એટલે ધીરે
ધીરે,
અનુભવને આધારે વ્યક્તિને વિશ્વાસપાત્ર
ગણવી...
5. ઉતાવળે અમર બની જવાના ખ્વાબમાં ન રાચવું
કે
ઉતાવળે સાહસિકતા ન દાખવવી. સમસ્યા, સંજોગો,
પરિસ્થિતિ, પરિબળો અને સાધનોનું મૂલ્યાંકન
કરી નિર્ણય લેવો....
6. સંજોગો વિપરીત હોય ત્યારે હંિમત હાર્યા સિવાય
ધૈર્યપૂર્વક ઉચિત સમયની રાહ જોવી.
બેબાકળા બનવું નહિ...
7. કોઈએ કહેલી વાત ઉતાવળે
સાચી માની લેવી નહીં,
કોઈના પર ઉતાવળે કશો આક્ષેપ કરવો નહિ...
8. પ્રેમ, મૈત્રી કે વિવાહમાં ઉતાવળ
કરી પાછળથી પસ્તાવાનો વારો આવે
એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી...
9. ઉતાવળે કોઈને ગુરૂ ન બનાવવા કે ઉતાવળે
કોઈના શિષ્ય ન બનવું...
10. કોઈ પ્રશંસા કરે એટલે ઉતાવળે ખુશ ન થવું કે
ફૂલાઈ ન જવું
પણ એવી પ્રશંસા કરવા પાછળનો ઉદ્દેશ
તપાસી જવો....
11. ઉતાવળે ન ખરીદી કરવી, ન વેચાણ કરવું,
ઉતાવળે દેવું ન
કરી બેસવું (વગર વિચાર્યે) ઉતાવળે ન કોઈને
નોકરીએ
રાખવો કે ઉતાવળે તેને જાકારો આપવો. ઉતાવળે ન
પોલીસ ફરિયાદ કરવી કે ન ન્યાયાલયના દ્વાર
ખટખટાવવા...
જીંદગી મૂલ્યવાન છે, એને ઉતાવળે
જીવી લેવાની લ્હાયમાં ધમપછાડા કરી જીંદગીની મૂલ્
ક્ષણોને વેડફી દેનારને કોઈ શાણો કહે ખરું????


🚫🚫🚫🚫🚫🚫
⚫ હેલ્મેટ પહેરો નહીં તો રૂ.100 દંડ
⚫ નો પાર્કિંગ રૂ.300 દંડ 
⚫નો એન્ટ્રી રૂ. 500 દંડ
⚫ પીયુસી નહીં તો રૂ.1000 દંડ 
⚫ કલર ઉડેલી નંબર પ્લેટ રૂ.50 દંડ 
⚫ ટ્રિપલ સીટ રૂ.1000 દંડ 

🔴 રસ્તા પર ખાડા.. કોઈને શિક્ષા નહીં 
🔴 ખોટા સ્પીડ બ્રેકર.. કોઈને શિક્ષા નહીં 
🔴 બગડેલા સિગ્નલ.. કોઈને શિક્ષા નહીં
🔴 રસ્તા પર અતિક્રમણ.. કોઈને શિક્ષા નહીં
🔴 રસ્તા માં પાણી ભરાઈ જાય.. કોઈને શિક્ષા નહીં
🔴 રસ્તા ખોદીને રીપેર કર્યાં વગર મૂકી દેવાના .. કોઈને શિક્ષા નહીં 
🔴 રસ્તા અને ફૂટપાથ પર ફેરિયા.. કોઈને શિક્ષા નહીં
🔴 ગંદા કચરા થી ભરેલા રસ્તા.. કોઈને શિક્ષા નહીં
🔴 ફુરપાથ પર રાજકીય પક્ષ ની ઓફિસ.. કોઈને શિક્ષા નહીં 
🔴 રસ્તા અને ફોટપાથ પર અનધિકૃત ખાવા પીવાની લારીઓ.. કોઈ જ એકશન નહીં 
🔴 અનધિકૃત બાંધકામો ની વણઝાર - કોઈને પડી નથી 

🔷 ભાવાર્થ - ભારત ના બધા આમ નાગરિક ગુન્હા ને સજા ને પાત્ર પ્રસાસન અને રાજકારણીઓ ની કોઈ નૈતિક કે બંધારણીય જવાબદારી નહીં તેમને કોઈ શિક્ષા / દંડ નહીં...

🔷આમ નાગરિક માટે મહેનત મજૂરી કરો બધી જાતના ટેક્સ ભરો કી જેથી સરકાર ની તિજોરી ભરાય અને રાજકારણી ને જલસા કરવા મળે 

🔴⚫ લખાણ ગમ્યું હોય ને હુદય માં આગ લાગી હોય તો આગળ ફોરવર્ડ કરો...

બાળપણની વાત મા તો સાથ મારી હોય બેન,
ને રમત ની જીત માં પણ સાથ મારી જોય બેન.

જો મને જીતાડવા એ મુજ થી હારી જતી,
જિંદગી માં જીત માટે પણ જરૂરી હોય બેન.

મારથી મુજને બચાવા ખુદ પર આરોપ લે,
ખુબ લડતો હું છતાં સંભાળ રાખે તોય બેન.

માં પછીતો લોક ઈશ્વર ને અહીં તો સૌ ગણે,
હું કહું છું માં પછી ઈશ્વર ને બદલે જોય બેન.

"મિત્ર" આ દુનિયા ને આપે આજ તો કિમતી સલાહ,
સાથ આપો જો મુસીબત માં અગર હો કોય બેન.




0 comments:

Post a Comment